યુક્રેન અને રશિયા વચ્ચે ફાટી નીકળેલ યુધ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા દરેક ગુજરાતીઓ અને દેશવાસીઓ હેમખે પરત લાવવા વડા પ્રધાન અને કેન્દ્ર સરકાર અને કટિબદ્ધ હોવાનું જણાવીને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વિદ્યાર્થીઓને પરત લાવવા વિદેશ મંત્રાલય અને ઇન્ડિયન એમ્બેસીને માહિતી પહોંચાડી છે.
યુક્રેનની વિકટ પરિસ્થિતિમા ગુજરાતના અનેક વિધાર્થીઓ ફસાયા છે ત્યારે ફસાયેલા કચ્છ/ગુજરાતના વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી નામ સરનામાં સહિતની માહિતી મેળવી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે ફોન અને ઈ-મેઈલથી જાણ કરીને વિદ્યાર્થીઓને વતન પરત લાવવા અનુરોધ કર્યો છે.
વધુમા કેન્દ્ર સરકાર ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા કટીબધ્ધ હોવાનું પણ જણાવ્યું છે તથા ભારતીયોની સલામતી માટે વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંપર્કમાં છે અને ઇન્ડિયન એમ્બેસી ખુબ જ ગંભીરતાથી ભારતીયોની સલામતી-સુરક્ષા માટે પગલા ભરી રહી છે.તેમ સાંસદે વિનોદભાઈએ જણાવ્યું હતું.