દેશની રાજધાનીને કચ્છથી જોડતી વિમાની સેવા કંડલાથી ચાલુ હતી. જે ઘણા સમયથી વિના કારણે બંધ થઈ જતા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ કેન્દ્ર સરકારમાં નાગરીક ઉડયન વિભાગમાં લેખિત મૌખિક રજુઆતો કરતાં તારીખ ૦૪ એપ્રિલથી ફરી કંડલા – દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ થશે.
સાંસદ વિનોદ ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્પાઇસ જેટ વિમાની સેવાની ફ્લાઇટ નંબર SGI 2348 બપોરે 2:55 મિનિટે દિલ્હીથી રવાના થઈ 5:20 મિનિટે કંડલા આવશે અને ફ્લાઇટ નંબર SGI 2349 સાંજે 5:50 મિનિટે કંડલા થી રવાના થઇ રાત્રે 8:40 મિનિટે દિલ્હી પહોચશે. કચ્છ અને દિલ્હી વચ્ચે આવન જાવન માટે માત્ર ભુજ – બરેલી (આલા હઝરત) ટ્રેન જ માધ્યમ છે. જેમાં ૨૦ થી ૨૧ કલાક લાગે છે. સુપર ફાસ્ટ ટ્રેન અને રેગ્યુલર વિમાની સેવા શરૂ થાય માટે ભાર પૂર્વક કેન્દ્ર સરકારમાં રજુઆત કરતાં તારીખ ૦૪ એપ્રિલ ૨૦૨૩ થી કંડલા – દિલ્હી વિમાની સેવા શરૂ થાય છે. જે નિર્ણયને આવકારતા સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ભુજ – દિલ્હી વચ્ચે પણ વંન્દે માતરમ ટ્રેન જેવી સુવિધાની લોક માંગણી સરકાર જરૂરથી પુરી કરશે. તેવા સકારાત્મક પ્રતીભાવ સાંપડે છે. વિમાની સેવા શરૂ થાય છે. માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઉડયન મંત્રાલયનો ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડાએ આભાર માન્યો હતો.