સાંસદ વિનોદ ચાવડા તથા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા આજ રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની મુલાકાત લેવામાં આવી હતી. અને મોરબીવાસીઓ દ્વારા છેલ્લા સમયથી કરવામાં આવતી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-27 પર મોરબી માટે નવો બાયપાસ રોડ બનાવવાની રજુઆત કરી હતી. ત્યારે આ અંગે નીતિન ગડકરીએ આ અંગે હકારાત્મક પ્રતિઉત્તર આપતા મોરબીવાસીઓમાં ખુશી લાગણી જોવા મળી રહી છે.