Saturday, January 11, 2025
HomeGujaratપ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દુનિયાના શકિતશાળી વ્યક્તિની યાદીમાં સ્થાન પામતા...

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દુનિયાના શકિતશાળી વ્યક્તિની યાદીમાં સ્થાન પામતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજી નો સતત બીજી વખત દેશના સૌથી શક્તિશાળી ૧૦૦ વ્યક્તિઓની યાદીમાં સમાવેશ થતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
- Advertisement -

દેશના ખ્યાતનામ અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેક્ષ દ્વારા પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલજી નો રાષ્ટ્રના સૌથી શક્તિશાળી એવા ૧૦૦ વ્યક્તિઓની યાદી માં સમાવેશ થવા બદલ ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા અને સંકલ્પ, સમર્પણ અને સાતત્યતાના અદભૂત સમન્વય ના સથવારે ગુજરાતમાં ભાજપા નાં સંગઠનને નવી ઉંચાઇએ પહોચાડનાર સી.આર.પાટીલ ને આગામી દિવસોમાં પણ સિધ્ધીઓ અને સેવાના અનેરા આયામો સર કરવાની શુભકામના પાઠવી હતી.

આ અંગે વિનોદભાઈ ચાવડા એ જણાવ્યુ હતું કે દેશના ૧૦૦ સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં ૪૬ મુ સ્થાન મેળવનાર સી.આર.પાટીલ વર્ષ ૨૦૧૯ ની લોકસભા ની ચુટણી માં નવસારી બેઠક પરથી ૬ લાખ ૮૯ હજાર થી વધુ મતો થી મહાકાય સરસાઈ મેળવીને સમગ્ર દેશમાં સૌથી વધુ મતોથી વિજય પ્રાપ્ત કરનાર સાંસદ બન્યા હતા. કાર્યકરો ને સતત પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડતાં રહી પેજ સમિતિના વેધક શસ્ત્ર થી પ્રત્યેક ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો છે. મજબૂત સંગઠન,પાર્ટી કાર્યકરોમાં નવી દિશા નવી ઉર્જા નો સંચાર કર્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!