કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે – નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩નું ભુજ નાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ગત તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ મેગા ફાઇનલ યોજાયું હતું. જેમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું.
ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તા. ૦૬-૦૩-૨૦૨૫ થી ૨૨/૦૬/૨૦૨૫ કુલ ૧૦૮ દિવસ સુધી સાંસદ ઓપન કચ્છ ડે – નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ફાઇનલ મેચ ગત તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ રાત્રે ૦૯:૦૦ વાગ્યે યોજાયું હતું. જેમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, સતત ૧૦૮ દિવસ રમાયેલ મેચોમાં ટોટલ ૬૦૦થી વધુ ટિમોના ૮૮૨૦ જેટલા ખેલાડીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો. તદઉપરાંત ૧૬ મહિલા ટિમના ૨૪૦ મહિલા ખેલાડીઓએ ૪ દિવસમાં ૧૫ જેટલી મેચો રમી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આજે ‘મેગા ફાઇનલ’માં ઇલેવન ટિમ સામે ટાઈગર ઓફ વી ટિમ વચ્ચે સાંજે ૭ વાગ્યે ભવ્ય જંગ ખેલાયો હતો. જેમાં, ટાઈગર ઓફ V એ ૧૨ ઓવરમાં ૧૩૩ રન બનાવી ઓલ આઉટ થયા હતા. તેમની સામે માં ઇલેવન – ભુજ ૧૧ ઓવરમાં ૧૦૦ રનમાં ઓલ આઉટ થઈ જતાં ટાઈગર ઓફ V ટીમ ૩૩ રનથી વિજેતા બની હતી. ખેલાડીઓને જુસ્સો અને શુભેચ્છા પાઠવવા ગુજરાતનાં ખ્યાતનામ ખેલાડીઓ ભારતીય ક્રિકેટર હાર્વિક દેસાઇ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસન- રણજી ટ્રોફીના કોચ મોહનસિંહ જાડેજા, પુર્વ રણજી ટ્રોફી પ્લેયર સુનિલભાઇ શુકલ, મહેશભાઇ ચૌહાણ, રણજી ટ્રોફી સીલેકશન કમિટી ચીફ બીપીનભાઈ પૂજારા, ફિરોઝભાઈ બાંભણીયા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એકેડેમી બોર્ડના મેમ્બર મહાવીરસિંહ જાડેજાનું શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
500થી વધુ ટીમોનાં મેચ દરમ્યાન સમય – સહકાર આપતાં કાર્યકરો – મહાનુભાવોનો સન્માન અને ‘મેગા ફાઇનલ’ માં ભાગ લેતી બંને ટીમોને પ્રોત્સાહન સ્વરૂપે વિજય કપ અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં મહેમાનોમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંજ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજાર ધારાસભ્ય ત્રિકમ ભાઈ છાંગા, માંડવી ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તથા આ ટુર્નામેન્ટમાં વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા, મનીષભાઇ બારોટ, જયભાઇ ચાવડા, મુકેશભાઇ ચાવડા, વિશાલભાઇ ઠક્કર, કિશોરભાઇ નટ, રમેશભાઇ દાફડા, શૈલેન્દ્રસિંહ જાડેજા, વિરમભાઈ આહીર, પ્રકાશભાઇ ડગરા, મોહનભાઇ ચાવડા, યોગેશભાઈ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, હિતેશભાઈ ગોસ્વામી, જેન્તિભાઈ વાઘેલા, રવિભાઇ ત્રવાડી, રવિભાઇ ગરવા, અશોકભાઇ હાથી, કમલભાઇ ગઢવી, દિનેશભાઇ ઠક્કર, ધવલરાજ સોલંકી, અલ્પેશભાઇ પટેલ, નિલયભાઈ ગોસ્વામી, દીપકભાઈ ડાંગર, યશભાઈ વાઘેલા, સંજયભાઇ ઠક્કર, અરૂણભાઇ મકવાણા, નિલેશભાઈ દાફડા, દીપકભાઈ સિજુ વિગેરે હાજર રહયા હતા.