પોતાનું જીવન વૈદિક સંસ્કૃતિની પુનર્સ્થાપના દ્વારા રાષ્ટ્રની સભ્યતા – સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા ન્યોછાવર કરનાર શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થાન ટંકારાની મુલાકાત લેવા આજનાં સમયે દેશ-વિદેશથી મુસાફરો આવતા હોય છે. ત્યારે ગઈકાલે હરીયાણા અને હિમાચલનાં નવ સાંસદો અને પાંચ સચિવો શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થાનની મુલાકાતે આવ્યા હતા.
તેઓએ ઋષિની પાવન ભૂમિ પર હિન્દી ભાષા અને આગામી સમયમાં ઈતિહાસ બાબતે ગુરૂકુલ આચાર્ય રામદેવજી સાથે ચર્ચા કરી હતી. અને ધ્યાનતા અનુભવી હતી. તેમજ સાંસદો અને સચિવો ઉપરાંત સાથે રહેલી ટિમે ટંકારા પધારી ધન્યતા અનુભવી ગુરૂકુલ પરંપરા અને ટ્રસ્ટની કાર્યપદ્ધતિ વિશે માહિતી મેળવી હતી.