Tuesday, May 7, 2024
HomeGujaratમોરબીમાં વાહનચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઇ : ગોપાલ સોસાયટી પાસેથી રિક્ષાની...

મોરબીમાં વાહનચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઇ : ગોપાલ સોસાયટી પાસેથી રિક્ષાની ચોરી

મોરબીમાં દિવસેvને દિવસે વાહનોની ચોરીનાં બનાવો સતત વધી રહ્યા છે. જેને જોતા વાહન ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે મોરબીની ગોપાલ સોસાયટી પાસેથી સી.એન.જી રિક્ષાની ચોરી થયાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી અનુસાર, નજરબાગ સાઇન્સ કોલેજ પાસે રહેતા ચીરાગ રશીકભાઇ ધોળકીયાએ ગત 24/07/2022 નાં રોજ પોતાની જીજે-૩૬-યુ-૦૧૫૦ નંબરની સી.એન.જી. રિક્ષા ગોપાલ સોસાયટીના ગેટની સામે, પરી પાનની બાજુમા પાર્ક કરી હતી.જેની અજાણ્યા શખ્સ દ્વારા ઉઠાંતરી કરવામાં આવતા રીક્ષા મલિક મુશ્કેલીમાં મુકાયા હતા. અને પોતાના ઘરમેળે શોધખોળ શરુ કરી હતી. જે બાદ પણ તેઓને રીક્ષા ન મળતા તેઓએ ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરુ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!