Friday, July 5, 2024
HomeGujaratટંકારાના નેસડા(સુરજી)ગામે વાડીમાંથી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એમપીના શખ્સની ધરપકડ

ટંકારાના નેસડા(સુરજી)ગામે વાડીમાંથી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એમપીના શખ્સની ધરપકડ

ટંકારા તાલુકાના નેસડા(સુરજી) ગામે કેનાલ જવાના રસ્તે આવેલ વાડીમાં ટંકારા પોલીસે રેઇડ કરી વિદેશી દારૂનો વેપલો કરતા મધ્યપ્રદેશના વતની એવા એક શખ્સની અટક કરી કરી તેના પાસેથી વિદેશી દારૂની ૧૮૦એમએલની ૩૮ બોટલ તેમજ બીયરના ૪૨ ટીન મળી આવતા વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શખ્સની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ ટીમને બાતમી મળી કે ટંકારા તાલુકાના નેસડા(સુરજી) ગામે કેનાલ પાસે આવેલ જગદીશભાઈ રાજકોટિયાની વાડીની ઓરડીમાં મધ્યપ્રદેશનો વતની કમલસિંગ માવી વિદેશી દારૂની જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય જે મુજબની મળેલ બાતમીને આધારે પોલીસ દ્વારા રેઇડ કરતા વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૮૦એમએલની ૩૮ બોટલ કિ.રૂ.૩,૮૦૦/- તેમજ બીયરના ટીન ૪૨ કિ.રૂ.૪,૨૦૦/- એમ કુલ રૂ.૮,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે આરોપી કલમસિહ નગરસિંહ માવી ઉવ.૧૯ રહે.હાલ નેસડા(સુરજી) જગદીશભાઇ રાજકોટીયા ની વાડીએ મુળ ગામ જાલી ખાડા ફળીયું (મધ્યપ્રદેશ) વાળાની અટક કરી ટંકારા પોલીસ મથકમાં પકડાયેલ આરોપી વિરૂદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!