સરકાર દ્વારા લોકોની સુવિધામાં વધારો થાય તેના માટે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા આપવા આવતા હોય છે. પરંતુ આયોજન વગરના કામ થતા હોવાથી લોકોની સુવિધામાં વધારો થાય તેના કરતાં વધુ દુવિધામાં વધારો થતો હોય તેવો જ ઘાટ મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર જોવા મળ્યો છે.ત્યારે ગુજરાતના વિવિધ સાંસદો દ્વારા આજ રોજ માર્ગ અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકડીને મળી મોરબી જિલ્લાના નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે.
દિલ્હી ખાતે આજ રોજ મોરબી જિલ્લાના નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સાંસદ પરસોતમ રૂપાલા, કચ્છ લોકસભા સાંસદ વિનોદ ચાવડા સહિત સાંસદો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકડીને મળ્યા હતા. અને મોરબી જિલ્લાના તમામ નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો અંગે અગત્યની ચર્ચા કરી હતી. જેને લઇ નીતિન ગડકડી દ્વારા સકારાત્મક જવાબ આપી આવનાર સમયમાં મોરબી જિલ્લાના લાગુ પડતા નેશનલ હાઇવેના પ્રશ્નનોના નિરાકરણ વહેલી તકે આપવા હણાવ્યું હતું.