ટંકારાવાસીઓ માટે આજે ખુશીના સમાચાર મળ્યા છે. બે દાયકા થી બસ સ્ટેન્ડ વિહોણું ટંકારા માટે ગળા બેહે એવી રાડો પાડી ને કરેલી માંગણી અંતે સંતોષાય છે. સરકાર દ્વારા રૂ. 1.66 કરોડના ખર્ચે ટંકારામાં અતિ આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. જેનું ઇ- ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આગામી શુક્રવારના રોજ થાય તેવી પ્રબળ સંભાવના છે જેને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે
વૈશ્વિક ફલક પર ટંકારા નુ નામ સાનો સોકત થી લેવા મા આવે છે એવા આઝાદી ના પ્રથમ ઉદ્બોધક વૈચારિક ક્રાંતિ ના જનક મહાન સમાજ સુધારક આર્યસમાજ ના સ્થાપક દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી ટંકારા ખાતે બસ સ્ટેન્ડ જેવી પાયા ની સુવિધા થી વંચિત રાખવા બદલ હર હમેશા બહાર થી આવતા ઋષિ પ્રેમી સાથે ટંકારા તાલુકાના સગા સંબંધી સાથે અહી ના રહીશો પણ રંજ અનુભવતા હતા ત્યારે નવા વર્ષની ઉજવણી માટે ટંકારામા આંનદ ના સમાચાર મળ્યા છે
બસ સ્ટેન્ડ ના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલી થવાનું છે. જેમાં જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ પણ જોડાવાના છે. આ ઇ- ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી તા.1ને શુક્રવારના રોજ સાંજના સમયે યોજાઈ તેવી શકયતા છે. તેમ ડેપો મેનેજર દિલીપ શામણાએ જણાવ્યું છે.