મૂળ અમદાવાદ નો વતની અને મુંબઈ iit માં અભ્યાસ કરતા દર્શન સોલંકી નામના વિદ્યાર્થી એ આત્મહત્યા કરી લીધી હતી અને આ વિદ્યાર્થી દલિત સમાજનો હોય જેથી તેનું રેગીંગ થતું હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનો દલિત સમાજ નો આક્ષેપ છે.
જેને લઈને દલિત સમાજ દ્વારા ગુજરાત ભરમાં ઠેર ઠેર દેખાવો કરવામાં આવ્યા હતા અને રેલીઓ યોજવામાં આવી હતી જેમાં મોરબીમાં પણ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં મોરબીના નગરદરવાજા ચોક માંથી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજીને વિદ્યાર્થી ની આત્મહત્યા છે કે હત્યા તે મામલે ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી અને દર્શન સોલંકી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મૂછડિયા, દીપકભાઈ પરમાર અશ્વિનભાઈ પરમાર સહિત જિલ્લા ના તમામ આગેવાનો અને સમાજ ના લોકો એ કેન્ડેલ માર્ચ માં હજાર રહી ઘટના વખોડી કાઢી હતી અને દર્શન સોલંકી ના પરિવાર ને ન્યાય મળે એ માટે દરેક સમાજના સંગઠનો સને જાગૃત કાર્યકરો ને જોડાવા અપીલ કરી હતી.