મોરબી શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. સતત બીજા દિવસે પણ મોરબી મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં લાતી પ્લોટ વિસ્તારમાં ૩૦ કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
મોરબીમાં સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું છે. મહાનગરપાલિકા દ્વારા લાતી પ્લોટ ૬ નંબરના વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં ગેરકાયદેસર ખડકી દેવાયેલા ૩૦ કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આગામી સમયમાં અલગ અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.









