Thursday, February 5, 2026
HomeGujaratહોળી પર્વ નિમિતે મોરબીમાં સ્ટોલ માટે મનપાની મંજૂરી પ્રક્રિયા જાહેર

હોળી પર્વ નિમિતે મોરબીમાં સ્ટોલ માટે મનપાની મંજૂરી પ્રક્રિયા જાહેર

મોરબી મહાનગરપાલિકા દ્વારા હોળીના તહેવાર દરમિયાન શહેરમાં ખરીદી-વેચાણ સુગમ બનાવવા નિર્ધારિત સ્થળોએ સ્ટોલ મૂકવાની મંજૂરી આપવામાં આવશે. તેના માટે વેપારીઓ અને નાગરિકોએ મહાનગરપાલિકા કચેરીમાં લેખિત અરજી કરવી પડશે. અરજી સ્વીકારવાની અંતિમ તારીખ તા.૦૨/૦૩/૨૦૨૬ રાખવામાં આવી છે અને મંજૂરી વિના જાહેર જગ્યાએ વેપાર કરવો દંડનીય રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા હોળીના તહેવાર નિમિતે શહેરના નાગરિકો અને વેપારીઓને જાણ કરવામાં આવી છે કે તહેવારી વેચાણ માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત સ્થળોએ સ્ટોલ મૂકવાની મંજૂરી આપવામાં આવશે. સ્ટોલ માટે ઇચ્છુક અરજદારોએ મહાનગરપાલિકા કચેરીમાં લેખિત અરજી કરવી પડશે અને અરજી સાથે ઓળખપત્ર, જરૂરી વ્યવસાય લાઇસન્સ (જો લાગુ પડે તો) તેમજ સ્ટોલની જગ્યાની વિગત જોડવાની રહેશે. અરજીઓની ચકાસણી બાદ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવશે. મંજૂર થયેલ અરજદારોએ નક્કી કરેલ ફી ભરી રસીદ મેળવવાની રહેશે અને મંજૂરીની નકલ સ્ટોલ સ્થળે જાહેર રીતે પ્રદર્શિત કરવાની રહેશે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે મંજૂરી વિના જાહેર જગ્યાએ વેપાર કરવો દંડનીય રહેશે તેમજ આરોગ્ય, સાફસફાઇ અને ટ્રાફિક સંબંધિત નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!