મોરબી શહેરના લાતીપ્લોટમાં હાલ ડ્રેનેજ કામગીરી કરવામાં આવી રહી છે. દરમીયાન લાતીપ્લોટ વિસ્તારમાં ૩૦ જેટલા દબાણો આજે મહાનગરપાલિકા તંત્રએ દુર કર્યા હતા. નોટીસ આપ્યા બાદ દબાણો હટાવવામાં નહિ આવતા આજે બુલડોઝર ફેરવી દબાણો દુર કરવામાં આવ્યા છે.
મોરબીના લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર ચાલ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. લાતી પ્લોટ વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ૩૦ થી વધુ દબાણકર્તાઓને નોટિસ અપાઈ હતી. જેઓ દ્વારા દબાણ દૂર કરવામાં નહિ આવતા અંતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.









