મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ સાથે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી કરવામાં આવી હતી, મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખાએ જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાત મુજબ કુલ ૧૫૧ સ્ટ્રીટ લાઈટ રૂ.૫૮ લાખના ખર્ચે નાખી હતી. ઇલેક્ટ્રિક શાખાની આ કામગીરીથી આ વિસ્તારોમાં રાત્રિના સમયે રાહદારીઓને આવવા-જવામાં સરળતા રહેશે.
મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ વીજ પોલ સાથે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત લીલાપર રોડ પર નવી સ્ટ્રીટ લાઈટ નાખી હતી, બોરીયા પાટીથી લીલાપર ગામ સુધી ૧૨૫ થી વધુ સ્ટ્રીટ લાઇટ વિથ પોલ મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખાએ નાખ્યા હતા. લાલબાગ રોડ પર સ્ટ્રીટ લાઈટ વિથ પોલની કામગીરી દરમિયાન ૧૫ નવી સ્ટ્રીટ લાઇટ અને પોલ નાખ્યા હતા. પીજીવીસીએલની ઓફિસ તરફ બેઠા પુલમાં ૧૧ વીજ પોલ સાથે નવી સ્ટ્રીટ લાઈટ ઈલેક્ટ્રીક શાખાએ નાખી હતી, આ સાથે જ ઇલેક્ટ્રિક શાખાએ વાઇરિંગ કેબલ સહિતની કામગીરી પૂર્ણ કરી હતી, આ સમગ્ર કામગીરીથી આ વિસ્તારના રહેવાસીઓને તેમજ અહીંથી પસાર થતાં રાહદારીઓને સ્ટ્રીટ લાઇટના કારણે પડતી મુશ્કેલીનો અંત આવશે, આ તમામ કામગીરી મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખાએ તાજેતરમાં કરી હતી, જેમાં કુલ ૧૫૧ સ્ટ્રીટ લાઈટ વીજપોલ સાથે કુલ રૂ. ૫૮ લાખના ખર્ચે નાખવામાં આવ્યા હતા, તેમ મોરબી મહાનગર પાલિકાની ઇલેક્ટ્રીક શાખાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.









