મોરબીની મચ્છુ નદીના પટમાં મોરબીની સ્વામીનારાયણ સંસ્થાએ ગેરકાયદે દીવાલ ચણતા વિવાદ સર્જાયો છે. ગેરકાયદે દીવાલની નગરપાલિકામાં અરજી થતાં સફાળું તંત્ર જાગ્યું છે. અને BAPS સ્વામિનારાયણ મંદિરને નોટિસ ફટકારી છે.
મોરબીમાં તાજેતરમાં નગરપાલીકા દ્વારા મોરબી શહેરની હદમાં આવેલ 45 પૌરાણિક હિન્દુ મંદિરોને નોટીસ ફટકારવામાં આવ્યા બાદ આજે વધુ એક મંદિરને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં મોરબી BAPS સ્વામીનારાયણ મંદિર મેનેજમેન્ટે મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદે બાંધકામ કરતા દીવાલ ચણવા મામલે મોરબી નગરપાલિકા દ્વારા BAPS સ્વામિનારાયણ મંદિરને નોટિસ ફટકારી છે. અને મંજૂરી વગર બાંધકામ કરતા 30 દિવસમાં બાંધકામ તોડી પાડવા આદેશ આપવામાં આવ્યો છે. અને જો આવું કરવામાં નહિ આવે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.