મોરબી જિલ્લામાં કેટલાક ટ્રેક્ટર ચાલકો બેફામ ગતિએ માર્ગ ઉપરથી પસાર થઇને રાહદારીઓ અને વાહનચાલકોના જીવને જાેખમમાં મૂકે છે. છેલ્લા થોડા સમયથી ટ્રેક્ટર ચાલકોને કારણે શહેરમાં નાના-મોટા અકસ્માતના બનાવો વધ્યા છે. ત્યારે ફરી એક વખત એક ટ્રેક્ટર ચાલકે અકસ્માત સર્જ્યો છે.
હળવદની મેન બજારમાં નગરપાલિકાનું કચરા ભરવાનું ટ્રેક્ટર કોઈ કારણોસર દુકાનમાં ઘૂસી ગયું હતું. ભવાની પ્લાસ્ટિક નામની દુકાનમાં ટ્રેક્ટર ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે નવરાત્રીના પહેલા દીવસે જ મેઈન બજારમાં ટ્રેક્ટરના કારણે ટ્રાફિકજામ સર્જાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમજ ડ્રાઇવરની બેદકારીના કારણે મેઇન બજારમાં ટ્રાફિકજામ સર્જાતા લોકોએ ટ્રક ચાલક વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે.