મોરબી નગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો નાખનાર વેપારી/દુકાનદારો સામે આજે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વેપારી/દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે.
મોરબી નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા અમુક વેપારીઓ દ્વારા દુકાનનો કચરો જાહેર રસ્તા પર જ્યાં ત્યાં નાખવામાં આવે છે. જેના કારણે ગંદકી ફેલાઈ છે. જેથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ની કલમ-૨૭૫ હેઠળ સોલીડ વેસ્ટ અને પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ હેઠળ વેપારી/દુકાનદારો સામે કાયદાકીય તેમજ દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેથી નોટીસ મળ્યે તાત્કાલિક અસરથી જાહેર રસ્તા પર જ્યાં-ત્યાં કચરો નાખવાનું બંધ કરી પોતાની દુકાનનો કચરો ડસ્ટબિનમાં નાખવો અને ત્યારબાદ મોરબી નગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની ગાડીમાં નાખવો. અન્યથા નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સુવિધા બંધ કરવા ફરજ પડશે. તેવી મોરબી નગરપાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે.