મોરબી નગર પાલિકા દ્વારા ટૂંક સમયમાં જાહેર માર્ગો પર બાધા રૂપ બનતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેથી નગરપાલિકા દ્વારા ઢોર માલિકોને પોતાના ઢોર પોતાની માલિકી જગ્યામાં બાંધીને રાખવા તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ જો ઢોર જાહેર માર્ગો પરથી પકડાશે તો 3,000 રૂપિયા અને તે જ ઢોર બીજી વાર પકડાશે તો 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેમ નગરપાલિકા દ્વારા જાહેર કરાયું છે.
મોરબી નગરપાલિકા દ્વારા જાહેર જનતાને જાણ કરતી નોટિસ બહાર પાડવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ટુંક સમયમાં નગર પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવશે. જેથી મોરબી શહેરના તમામ પશુ ધારકોએ પોતાના ઢોર પોતાની માલિકીની જગ્યાએ બાંધીને રાખવા તેમજ જો કોઈ માલિકાના પશુ (ગાય, વાછરડા, પાડા, ખૂંટ વિગેરે) રખડતા જોવા મળશે તો તેમની સામે પ્રથમ વખત પ્રતિ ઢોર દીઠ રૂ. 3000 અને ફરી વખત એ જ ઢોર પકડાશે તો પ્રતિ ઢોર દીઠ રૂ. ૫૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવશે જેની જાણ સાથે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે.