Sunday, June 15, 2025
HomeGujaratમોરબીની રેબેકા લેમિનેટ ફેક્ટરીમાં શ્રમિક યુવકની હત્યા:પત્ની સાથે વાતચીત કરવા ઠપકો આપતા...

મોરબીની રેબેકા લેમિનેટ ફેક્ટરીમાં શ્રમિક યુવકની હત્યા:પત્ની સાથે વાતચીત કરવા ઠપકો આપતા અન્ય શ્રમિકે ગળુ દબાવી હત્યા નિપજાવી

મોરબીના સોખડા ગામના પાટિયા નજીક આવેલી રેબેકા લેમિનેટ ફેક્ટરી ખાતે પરપ્રાંતીય યુવકે, પત્ની સાથે ફોનમાં વાતચીત કરવા અંગે ઠપકો આપતા જેનું મનદુઃખ રાખી, પતિનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર હત્યાના બનાવ અંગે તાલુકા પોલીસે હત્યારા આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની ગબ્બર દેવીસિંહ આહિવાર નામના અનુસૂચિત જાતિના યુવાનની હત્યા થઈ છે. જેમાં આરોપી ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગર મિયા મૂળ નિવાસી બિહાર વાળાએ ગબ્બરના પત્ની સાથે અવારનવાર ફોન પર વાતચીત અને સંબંધો કેળવતો હતો. જયારે આ બાબતની જાણ થતા ગબ્બર આહીરવાલે તેને ઠપકો આપ્યો હતો. ત્યારે ઠપકાનું મનદુઃખ રાખી આરોપીએ ૧૨ જૂનની રાત્રે ૯.૩૦થી ૧૩ જૂન સવારે ૮.૩૦ની વચ્ચે રેબેકા લેમીનેટ કારખાનામાં ગબ્બર આહીરવાલનું ગળું દબાવી અને શરીર ઉપર માર મારી ઇજાઓ પહોંચાડી હત્યા નિપજાવી હતી. સમગ્ર હત્યાના આ બનાવ અંગે મૃતકના બહેન સુનિતાબેન રવિન્દ્ર નર્મદા અહિવાર રહે. હાલ લેવેન્ટા લેમીનેટ કારખાનુ નવા ધનાળા પાસે હળવદ મૂળ મધ્યપ્રદેશના વતનીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે હત્યારા આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ તથા એટ્રોસિટી કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!