Friday, April 26, 2024
HomeGujaratહળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીમાં યુવાનની હત્યા

હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીમાં યુવાનની હત્યા

એક યુવાનને ઈજા થતાં સારવાર માટે ધાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીમાં વરમોરા હરેશભાઈ ચતુરભાઈ (ઉ.વ.૩૯)ને ૩ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે તેમના કાકાના દીકરા હસમુખભાઈ રણછોડભાઈ વરમોરા (ઉ.વ.૪૦) પર હુમલો કરતા ગંભીર હાલતમાં ધાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધટનાની જાણ થતાં મોરબી જિલ્લા ડીવાયએસપી રાધિક ભારાઈ હળવદ પી આઈ પી.એ.દેકાવાડીયા સહીતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે રણમલપુર ગામની સીમમાં આજુબાજુના વિસ્તારોમાં પૂછપરછ હાથ ધરી છે. હજુ સુધી હત્યા કારણ અંકબંધ છે. આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!