Sunday, January 12, 2025
HomeGujaratભાઈના હાથે ભાઇની હત્યા :મોરબીના ચાચાપર ગામે થયેલ યુવકની હત્યા મામલે હત્યારા...

ભાઈના હાથે ભાઇની હત્યા :મોરબીના ચાચાપર ગામે થયેલ યુવકની હત્યા મામલે હત્યારા ભાઈ વિરૂદ્ધ ગુનો નોંધાયો

ગઇકાલે મોરબીના ચચાપર ગામે યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો જે બાબતે પોલીસ તપાસમાં મરણજનાર શખ્સ ઘરના માણસોને હેરાન કરતો હોય અને પોતાની માતા સાથે બે વાર ખરાબ કામ કરવાની કોશીષ કરેલ હોય જેથી કંટાળી મૃતકના સગાભાઇએ જ તેને ગળેટુંપો આપી વોકળામાં ડુબાડી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના મીશ્રવલીયાના અને હાલ મોરબીના વૈભવ, પોલીવીવ, કારખાનામાં, થોરાળા ગામની સીમમાં રહેતા આનંદ મીશ્રાનો ભાઈ રાજન મીશ્રા, પોતાના ઘરના માણસોને હેરાન કરતો હોય અને પોતાની માતા સાથે બે વાર ખરાબ કામ કરવાની કોશીષ કરેલ હોય તેમજ તેના ભાઈ આનંદ મીશ્રા સાથે પણ ઝગડો કરતો હોવાથી આરોપી આનંદ મીશ્રા રાજનથી કંટાળી ગયેલ હોય જેથી ગત તા.૧૮/૦૧/૨૦૨૩ના રોજ તેણે પોતાના ભાઇને સફેદ ઘમચાથી (કપડાથી) ગળે ટુંપો આપી પાડી દઇ પ્લાસ્ટીકની થેલીથી મોઢાનો ભાગ ઢાંકી રાજન મીશ્રાને ઉપાડી વોકળાના પાણીમાં કાદવ જેવા ભાગમાં નાખી તેના ઉ૫ર ચડી દબાવી દઇ મારી નાખેલ બાદ આરોપીએ ફરીયાદી રાજેશ ઉમેશપ્રસાદ પાંડેને આ વાત કોઇને કરતો નહી, નહીતર તારી હાલત પણ આવી કરીશ તેવી ધમકી આપતા ફરિયાદીએ બીકના કારણે પોલીસને જાણ કરેલ ન હતી. જે બાદ ગઈકાલે મરણ જનારની લાશ મળી આવતા પોલીસે ફરિયાદીની પુછપરછ કરતા તેણે સમગ્ર મામલે કબૂલાત કરી આરોપી આનંદ મીશ્રા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!