મોરબીના રાજપર ગામે એક યુવકની તેના જ ઘરમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા રાજપર ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રાજપર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા નામના આશરે 32 વર્ષીય યુવકનો તેના જ ઘરમાંથી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.મૃતકના પરિવારજનોએ બનાવની જાણ પોલીસને કરતા મોરબી તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.મૃતદેહની સ્થિતિ જોતા પ્રાથમિક દ્રષ્ટિ એ બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરાઈ હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુવક તેના ભાઈ અને પિતા એમ ત્રણ લોકો ઘરમાં રહેતા હતા ત્યારે પરિવારમાંથી કોઈએ કરી હોવાની માહિતી મળી રહી છે.મૃતક યુવકને દારૂ પીવાની ટેવ હોય જેને કારણ વારંવાર થતા ઝઘડાને કારણે હત્યા થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.