Monday, April 21, 2025
HomeGujaratમોરબી ની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સેંકડો મુસાફરો, રાહદારીઓ ના તનમનને ટાઢક...

મોરબી ની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સેંકડો મુસાફરો, રાહદારીઓ ના તનમનને ટાઢક પહોંચાડવા કાચીકેરીના શરબત નું વિતરણ

આ કાલઝાળ ગર્મી, અગનગોળો બનતા શહેરો અત્ર, તત્ર, સર્વત્ર ઝાંઝવાના જળની જેમ અંગ દજાડતી લુ નું સામ્રાજ્ય અને તેમાં પણ બપોરના સમયે મુસાફરી કરવા નીકળી એસટી ડેપોમાં પરસેવેથી ન્હાતા મુસાફરો!

- Advertisement -
- Advertisement -

આવા કપરા સમયમાં પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાસથી માંડી લોકોના તનમનને ટાઢક પહોંછે તેવા સેવાકાર્યો મોરબી સહીત અનેક શહેરોમાં કરવામાં આવતા હોય છે, ત્યારે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા પણ મોરબીના નવા બસ સ્ટેશન ખાતે ગરમીમાં શેકાતા મુસાફરો માટે ખાસ તન, મનને ટાઢક આપવા સાથે સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને ઉર્જા પુરી પાડનારૂ કાચીકેરીનું સરબત સંસ્થાના સભ્યોએ જાતેજ બનાવ્યુ અને નવા બસ સ્ટેશન ખાતે જાતેજ વિતરણ કર્યું હતુ જેનો 500 થી વધારે રાહદારીઓ અને મુસાફરોએ લાભ લીધો હતો અને ગરમીમાં રાહત મેળવી, ઠંડકનો અહેસાસ કર્યો હતો.

જયારે સંસ્થાના મહિલા સભ્યોએ એક માનવસેવાનું વધુ એક કાર્ય કરી સંતોષ અનુભવ્યો હતો. સાથો સાથ સંસ્થાના સભ્યોએ આવનારા સમયમાં પણ અનેકવિધ સેવાકાર્યો કરવા સંકલ્પબદ્ધ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!