Wednesday, December 25, 2024
HomeGujaratમારું ભારત સર્વોતમ:ચંદ્રયાન ૩ ના સફળ ઉતરાણ બાદ સમગ્ર મોરબી જિલ્લામાં ભવ્ય...

મારું ભારત સર્વોતમ:ચંદ્રયાન ૩ ના સફળ ઉતરાણ બાદ સમગ્ર મોરબી જિલ્લામાં ભવ્ય ઉજવણી કરાઈ

આજે ચંદ્રયાન ૩ ના લેન્ડિંગ ને લઈને સમગ્ર ભારતવાસીઓમાં અને વિદેશમાં વસતા ભારતીયો માં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો .જેને લઇને લેન્ડિંગ ના સમયના કલાકો પહેલાં જ લોકો ટીવી મોબાઈલ સામે ગોઠવાઈ ગયા હતા.

- Advertisement -
- Advertisement -

ત્યારે અગાઉ સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા હતા કે આ વખતે ભારતને ચંદ્ર પર પહોંચવામાં સ્ફડતા મળે અને સમગ્ર દેશવાસીઓ ની પ્રાર્થના જાણે મંજૂર થઈ ગઈ હોય એમ ચિંતા અને વિચારો વચ્ચે ચંદ્રયાન ૩ સફળતા પૂર્વક ચંદ્ર પર ઉતર્યું હતું.આ સાથે જ ચંદ્ર ના સાઉથ પોલ પર પહોંચનારો ભારત દેશ પ્રથમ દેશ બન્યો હતો.અને સમગ્ર ભારત ના ટોચ ના વ્યક્તિ થી લઈને નાના માં નાના માણસો સૌ કોઈ ના મોઢા પર સ્મિત હતું એ સ્મિત હતું આપણા દેશ ની સફળતા નુ.તેમજ આ સફળતા ને લઈને ઠેર ઠેર ઉજવણીઓ પણ કરવામાં આવી હતી.જેમાં મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે તેમજ હળવદ ખાતે જિલ્લા ભાજપ ના પ્રમુખ અને જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી ની ઉપસ્થિતિ માં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને એક બીજાને શુભકામના પાઠવી મોમીઠા કર્યા હતા તેમજ ફટાકડા ફોડી ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!