Tuesday, December 24, 2024
HomeGujarat'મારી માટી- મારો દેશ’- માટીને નમન વીરોને વંદન:મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સરકાર સન્માનિત...

‘મારી માટી- મારો દેશ’- માટીને નમન વીરોને વંદન:મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સરકાર સન્માનિત કરી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરશે

દેશની સ્વાધિનતાના મહત્વના પાયોનીયર પૈકીના એક એટલે તપોભૂમિ ટંકારાના સપૂતશ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતિ

- Advertisement -
- Advertisement -

આપણો દેશ આઝાદીના અમૃતકાળની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે હાલ સમગ્ર દેશમાં દેશના વીરો ને વિરાંજલી અર્પણ કરવાના આશય સાથે સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ દેશના અનેક વીરો અનેક મહાપુરુષો કે જેમણે આઝાદીની લડતમાં, દેશને સ્વાધીનતા અપાવવામાં તેમજ રાષ્ટ્ર ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી હોય અને દેશ માટે શહીદી વહોરી હોય તેવા વીરોને શત શત વંદન કરવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે દેશ કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર તપોભૂમિ ટંકારાના તત્વચિંતકશ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને કેમ ભૂલી શકાય ? નાના એવા ટંકારાની પાવન ભૂમિ પર જન્મેલા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીજી વિશ્વમાં ટંકારાનું નામ મોટું કરી ગયા. જેમને સરદાર વલ્લભભાઈ પટેલે સ્વાધીનતાના મહત્વના પાયોનીયર પૈકીના એક કહ્યા છે એવા દયાનંદ સરસ્વતીએ દેશને સ્વાધીનતા તરફ લઈ જવામાં એક અહેમ ભૂમિકા અદા કરી છે. સ્વતંત્રતાની ચળવળના અનેક લડવૈયાઓ અને ઘડવૈયાઓ મહર્ષિના શિષ્યો હતા અને માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની તેમની દેશ દાઝને વધુ તેજવાન બનાવવામાં પણ મહર્ષિની એક અગત્યની ભૂમિકા રહી છે.

આ બાબતે ટંકારા મહર્ષિ દયાનંદ જન્મસ્થળના મંત્રીશ્રી દેવજીભાઈ પડસુંબિયા જણાવે છે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના રાષ્ટ્ર ભાવનાના ગુણ તેમની પાસે તૈયાર થયેલા શિષ્યોમાં ઊતર્યા હતા. શહીદ ભગતસિંહ, લાલા લજપતરાય, અશફાક ઉલ્લાખાન, રામપ્રસાદ બિસ્મિલ આ તમામ દેશભક્તો મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના પરમ શિષ્યો હતા. આ તમામ આઝાદીના લડવૈયાઓએ દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું જેની પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની પ્રેરણાએ મહત્વની ભૂમિકા ભજવી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને એક વખત એક અંગ્રેજ અધિકારીએ પ્રશ્ન પૂછ્યો કે, સ્વામીજી તમે આઝાદીની વાતો કરો છો, પરંતુ અંગ્રેજો દ્વારા દેશ આઝાદ કરી દેવામાં આવે તો તમારો દેશ સારી રીતે ચલાવી નહીં શકાય. ત્યારે તેમણે સરસ જવાબ આપ્યો કે, અમને સુરાજ્ય કરતા સ્વરાજ વધારે વહાલું છે. ભારતના જ વ્યક્તિ દ્વારા અમારું રાજ્ય ચલાવવામાં આવે એવી હંમેશા મેં ખેવના રાખી છે. વધુમાં શ્રી પડસુંબિયાએ જણાવ્યું હતું કે, ‘મારી માટે મારો દેશ’ આ કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે. સરકાર આ કાર્યક્રમ અન્વયે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને જે સન્માન આપવા જઈ રહી છે તે ખરેખર આપણા સૌ માટે ગૌરવની વાત છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!