ટંકારામાં ઉગમણા નાકે આવેલ ગાયત્રી સોસાયટીમાં વિચિત્ર ઘટના સામે આવી છે.જેમાં છેલ્લા ૧૫ દિવસથી ઉગમણા નાકે આવેલ અમુક મકાનો પર પત્થર મારો થઈ રહ્યો છે.અને આ રહસ્યમયી રીતે પથ્થરમારો કરનારા ને પકડી પાડવા ટંકારા પોલીસ અને સ્થાનિકો કમર કસી છે અને છેલ્લા ૧૫ દિવસથી રાત ઉજાગરા કરી ને હાથમાં દંડા લઈને પથ્થર મારો કરનારાને શોધી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ પકડાયું તો નથી પરંતુ ચોકી પહેરો કરતી વખતે પણ સમયાંતરે પથરના ઘા યથાવત રહ્યા છે.
ટંકારાના ઉગમણા નાકે આવેલ ગાયત્રી સોસાયટી માં રહેતા લોકોના ઘરો પર છેલ્લા ૧૫ દિવસથી નાના મોટા પથ્થરો ના ઘા આવી રહ્યા છે આ વાત સાંભળીને ઘડીભર તો કોઈને વિશ્વાસ ન આવે પરંતુ હકીકત છે અને આ પથરમારો કરનાર ને પકડવા માટે પોલીસ ની સાથે સાથે સ્થાનિક લોકો પોતાના હાથમાં દંડા લઈને ચોકી કરી રહ્યા છે સાથે ટંકારા પોલીસના જવાનો અને હોમગાર્ડ તેમજ GRD જવાનો મળી ને ૧૫ થી વધુ જવાનોને શેરીઓમાં અને આજુ બાજુના મકાન અને સ્કૂલ ની છત પર પણ હોમ ગાર્ડ જવાનો નો પહેરો ગોઠવવામાં આવ્યો છે.
ત્યારે આ બાબતે સ્થાનિકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી તેઓ દિવસે કામ પર જાય છે અને રાત્રે ચોકી પહેરો કરે છે એનું કારણ એ છે કે ૧૫ દિવસથી તેઓની સાથે રહસ્યમયી ઘટના બની રહી છે જેમાં અલગ અલગ બાજુએથી પથરો ના ઘા ઘરો પર પડી રહ્યા છે.અને આ મામલે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ૧૫ દિવસથી પોલીસ અને સ્થાનિકો મળી ને પચાસેક કરતા વધુ લોકોનો ચોકી પહેરો છે છતાં પણ આ બધા વચ્ચે સમયાંતરે પથરો ના ઘા આવવાના યથાવત રહ્યા છે અને પોલીસ તૈનાત છે ત્યારે પણ પથરો ના ઘા આવી રહ્યા છે ત્યારે આ રહસ્યમયી ઘટના કોઈ અફવા નથી એ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે.
નજીકમાં આવેલ ગાયત્રી પ્રાથમિક સ્કૂલ તરફથી પથરો ના ઘા આવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને તે સ્કૂલ ની છત પર પણ બે હોમ ગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે ત્યાં હાજર હોમ ગાર્ડ જવાનોએ મૌખિક જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી તેઓ આ સ્કૂલના રૂમ ની છત પર પહેરો ભરી રહ્યા છે અને તેઓની હાજરી માં પણ પથરો ના ઘા યથાવત રહ્યા છે.
ત્યારે આ સમગ્ર રહસ્યમયી બાબત ને લેઈને ટંકારા પોલીસ અને સ્થાનિકો ની ઊંઘ હરામ કરી દીધી છે અને આ કોઈ ટીખળ ખોર વ્યક્તિ નુ કામ હોય તેવી આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે પરંતુ ૧૫ દિવસથી પોલીસ પણ સતત કાર્યરત છે છતાં પણ હજું સુધી આ રહસ્ય પરથી પડદો ઉંચકાયો નથી ત્યારે ટંકારા ના ઉગમણા નાકે રહેતા સ્થાનિકો સતત ભય ના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે અને ઝડપથી આ પથરો ફેંકનાર વ્યક્તિ ઝડપાઈ અને કડક પગલાં લેવામાં આવે તેવી તીવ્ર માંગ ઉઠી છે.
આ ઘટના ના પગલે ટંકારા પોલીસ પણ એલર્ટ બની છે અને ટંકારા પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ આ અજુગતી ઘટના કોઈ વ્યક્તિ દ્વારા ઉભી કરવામાં આવી હોવાની શંકાં ના આધારે તપાસ હાથ ધરી છે એટલું જ નહિ પોલીસ દ્વારા પણ સિવિલ ડ્રેસમાં બેસી તેમજ આજુબાજુ ના વિસ્તારમાં જુદા જુદા સ્વાંગ માં ફરીને આ ઘટનાનો તાગ મેળવવા પ્રયત્નો કરી રહી છે.