Friday, September 20, 2024
HomeGujaratનાગાલેન્ડ, ગોવા અને મહારાષ્ટ્રના છ ધારાસભ્યને મંત્રી બનાવવાની લાલચ આપનારને નાગપુર પોલીસે...

નાગાલેન્ડ, ગોવા અને મહારાષ્ટ્રના છ ધારાસભ્યને મંત્રી બનાવવાની લાલચ આપનારને નાગપુર પોલીસે મોરબીથી દબોચી લીધો

પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી ને સરકારી સુવિધા મેળવવાના ગુનામાં કિરણ પટેલ એ કેસની હજુ સાહી સુકાઈ નથી ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ના નજીકના વ્યક્તિ તરીકે ઓળખ આપી વિવિધ રાજ્યોના છ ધારાસભ્યો સાથે વિશ્વાસ ઘાત કરનાર આરોપીને મહારાષ્ટ્ર પોલીસે મોરબી થી ઝડપી પાડયો છે.

- Advertisement -
- Advertisement -

જે બનાવની વિગતો મુજબ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની નજીક હોવાનો દાવો કરીને ગોવા મહારાષ્ટ્ર અને નાગાલેન્ડ ના છ ધારાસભ્યોને મંત્રી પદે અપાવવાની લાલચ આપી ને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પૈસાની માંગણી કરવામાં આવી હતી જે બનાવ મામલે મહારાષ્ટ્ર ના નાગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી નાગપુર પોલીસ તપાસ માટે મોરબી આવી હતી આરોપી નીરજસિંહ શિવરાજસિંહ રાઠોડ (ઉ.વ.૩૭) રહે મૂળ યુપી હાલ મોરબી વાળાને ઝડપી પાડીને નાગપુર ખાતે લઇ જવામાં આવ્યો છે.

તેમજ આ રીતે કોઈ પાસેથી પૈસા લીધા છે કે કેમ અને આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે નાગપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!