મોરબીમાં આવતીકાલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન વી રામન્ના તેમજ કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડિસ્ટ્રિક્ટ જજ એ ડી ઓઝા,જજ આર કે પંડ્યા સહિતના આગેવાનો દ્વારા આવતીકાલે ત્રણ સેન્ટરોનું લોકાર્પણ કરવામાં આવશે આ જાગૃતિ વધુમાં વધુ લોકોમાં ફેલાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મોરબી જીલ્લામાં આવતીકાલ તા . ૧૦/૧૦/૨૦૨૦ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે નેશનલ લીગલ સર્વીસ ઓથોરીટી – દિલ્હી ની ગાઇડલાઇન મુજબ તેમજ ગુજરાતી રાજ્ય કાનૂની સેવા સતા મંડળ – અમદાવાદની સુચના મુજબ લીગલ આસિસ્ટન્સ સેન્ટરનુ લોકાર્પણ એક્સીક્યુટીવ ચેરમેન નાલ્સા દ્વારા કરવામાં આવ્યું છે આ લીગલ આસિસ્ટન્સ સેન્ટર એવા લોકો માટે કારગર નીવડશે કે જે લોકો પછાત અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા તથા ટેક્નોલોજીથી અજાણ હોય આવા લોકોને ટેકનીકલ કાનૂની સહાય મળી રહે તેવા ઉદેશથી મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને ડિસ્ટ્રિક્ટ મેજી. એ.ડી.ઓઝાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં એક લીગલ આસિસ્ટન્સ સેન્ટર- રાજપર , ગ્રામ પંચાયત – રાજપર , તા.જી. મોરબી , બીજું લીગલ આસિસ્ટન્સ સેન્ટર – હળવદ , પ્રિન્સીપાલ સીની . સીવીલ કોર્ટ બિલ્ડીંગ , હળવદ અને ત્રીજું લીગલ આસિસ્ટન્સ સેન્ટર – વાંકાનેર , પ્રિન્સીપાલ સીની . સીવીલ કોર્ટ બિલ્ડીંગ , વાંકાનેર ખાતે ઉભા કરવામાં આવેલ છે જેનું લોકાર્પણ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન.વી.રામન્ના દ્વારા આવતીકાલે ૧૦/૧૦/૨૦૨૦ ના રોજ કરવામાં આવશે આ લોકર્પણ સમયે મોરબી કોર્ટના ડિસ્ટ્રિક્ટ મેજી.એ ડી ઓઝા તમામ મેજી.અને કાનુની સેવા સત્તા મંડળના આગેવાન મેજી.આર કે પંડ્યા સહિતના હાજર રહેશે જેમાં આ લિગલ આસીસટન્ટ સેન્ટર વધુમાં વધુ લોકો સુધી પહોંચશે અને કારગર નીવડે એ માટે આશાવાદ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વ્યક્ત કરાયો છે.