Saturday, December 28, 2024
HomeGujaratમોરબી પોલીસના અલગ અલગ નવ દરોડામાં તીનપત્તીનો અને વરલીફીચર્સનો જુગાર રમતા ૧...

મોરબી પોલીસના અલગ અલગ નવ દરોડામાં તીનપત્તીનો અને વરલીફીચર્સનો જુગાર રમતા ૧ મહિલા સહિત ૪૩ જુગારીની અટક

બે જુગારી નાસી છૂટ્યા તેની શોધખોળ શરૂ

- Advertisement -
- Advertisement -

પ્રથમ જુગારના દરોડામાં મોરબી-માળીયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો જેમાં (૧)મેહુલભાઇ બાબુભાઇ પીત્રોડા ઉવ-૪૧ રહે.મોરબી જનકપુરી સોસાયટી મકાન ન.૩૬, (૨)વિપુલભાઇ ધીરૂભાઇ પરમાર ઉવ-૪૯ રહે.બોટાદ રેલ્વે કોલોની તા.જી.બોટાદ, (૩)અમીતસિંહ જીતુભા સોલંકી ઉવ-૩૮ ધંધો-વેપાર રહે.જનકપુરી સોસાયટી મકાન-૫૪, (૪)અનિલભાઇ બાબુભાઇ પીત્રોડા ઉવ-૪૪ રહે.મોરબી -૨ રામકૃષ્ણનગર બ્લોક ન.૨, (૫)કિશોરભાઇ ઇશ્વરભાઇ મોરી ઉવ-૪૬ રહે.મોરબી પંચાસર રોડ ક્રિષ્નાપાર્ક સોસાયટી, (૬)વિરલકુમાર રમેશભાઇ વ્યાસ ઉવ-૩૬ રહે.મહેન્દ્રનગર ઉમાવિલેજ, (૭)ધર્મેન્દ્રભાઇ રમેશભાઇ મેવાડા ઉવ-૩૪ રહે.મહેન્દ્રનગર ઉમાવિલેજ, (૮)જમનભાઇ મનસુખભાઇ પરમાર ઉવ-૩૦ રહે.મોરબી રણછોડનગર ગરબીચોક પાસે, (૯)જયપાલસિંહ ધીરૂભા પઢીયાર ઉવ-૨૪ રહે.જનકપુરી સોસાયટી મકાન-૨૨ એમ તમામ આરોપીઓની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી . જ્યારે તેમના કબ્જામાંથી રોકડા રૂપિયા ૬૯,૮૦૦/- ઝડપી લેવામાં આવ્યા હતા.

જ્યારે બીજા દરોડામાં મોરબી-૨ ત્રાજપર રોડ ઉપર આવેલ શિવાલીક પ્લાઝામાં જુગારની મહેફિલ ઉપર દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમી રહેલા મનસુખભાઇ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા ઉવ.૪૨ રહે-ત્રાજપરગામ મોરબી-૨, કિશોરભાઇ લાભુભાઇ વાઘેલા ઉવ.૩૫ રહે- ત્રાજપરગામ મોરબી-૨, હિતેષભાઇ નાજાભાઇ ગોલતર ઉવ.૨૮ રહે- ત્રાજપરગામ મોરબી-૨, જયંતીભાઇ ગાંડુભાઇ જંજવાડીયા ઉવ.૩૩ રહે- ઇંદીરાનગરવાળા એમ કુલ ચાર જુગારીને રોકડા રૂ.૪૨,૭૦૦/-સાથે પકડી લેવામાં આવ્યા હતા.

જુગારના ત્રીજા દરોડામાં મોરબી સામાકાંઠા વિસ્તારમાં કાલીન્દ્રિ નદીના પટ્ટ નજીક બી ડિવિઝન પોલીસ દ્વારા રેઇડ કરતા તીનપત્તીનો જુગારની બાઝી માંડી બેઠેલા ઈસમોમાં નાસભાગ મચી ગયી હતી ત્યારે પોલીસે બે જુગારી જેમાં શંકરભાઇ ગોરધનભાઇ કુંઢીયા ઉવ.૩૦ રહે.ભીમસર મોરબી તથા રોહિતભાઇ ભુપતભાઇ કુંઢીયા ઉવ.૩૧ રહે.મહેન્દ્રનગર કાલીન્દ્રી નદીના કાંઠે મોરબીવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે બે જુગારી ઈસમો નકુમ મંદરીયા રહે.ભીમસર મોરબી તથા મેહુલ પંસારા રહે.ભીમસર મોરબી પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા ત્યારે પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.૧૩,૯૦૦/- કબ્જે લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે ચોથા દરોડામાં મોરબી-૨ મહેન્દ્રનગર સીએનજી પંપ સામેની શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર ખેલતા (૧)રાહુલભાઇ મનસુખભાઇ પારેજીયા ઉવ.૨૫ રહે.ઉમા રેસીડેન્સી ઘુટુ રોડ મોરબી-૨, (૨)દિવ્યેશભાઇ બાબુભાઇ હરસોર ઉવ.૨૦ રહે.સી.એન.જી. પંપ સામે મહેન્દ્રનગર ચોકડી મોરબી-૨, (૩)સુધીરભાઇ હર્ષદભાઇ બાવરવા ઉવ.૨૬ રહે.પંચાસર રોડ નાની કેનાલ પાસે મોરબી, (૪)રાજેશભાઇ દલસુખભાઇ અઘારા ઉવ.૨૯ રહે.સી.એન.જી. પંપ સામે મહેન્દ્રનગર ચોકડી મોરબી-૨ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવી તેની પાસેથી રોકડા રૂ.૨૫,૧૦૦/-જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ફરી છે.

વળી, પાંચમા જુગારના દરોડામાં મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મહાદેવ કારખાનાના ગ્રાઉન્ડમાં જુગારની મહેફિલ માંડી બેઠેલા ઉપર એ ડિવિઝન પોલીસે રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા (૧)બટુકભાઇ બાબુભાઇ સોમાણી ઉવ.૬૦ રહે.મોરબી લીલાપર રોડ મહાદેવ કારખાનામા,(૨)વિશાલભાઇ ભીખુભાઇ પીપળીયા ઉવ.૧૯ રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે, (૩)ભરતભાઇ રમેશભાઇ બાટી ઉવ.૨૩ રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ, (૪)વસંતભાઇ ઉર્ફે લાલો દેવશીભાઇ હમીરપરા ઉવ.૨૮ રહે.મોરબી લીલાપર રોડ ઇન્ડીયા કારખાનામા તથા (૫)કાજલબેન રમેશભાઇ કુંભાભાઇ સાયા ઉવ.૨૦ રહે.મોરબી લીલાપર રોડ મહાદેવ કારખાનામા ની રોકડા રૂ.૧૮,૫૦૦/- સાથે અટક કરવામાં આવી છે.

જ્યારે છઠ્ઠા દરોડામાં વર્લી ફિચર્સના આંકડા અલગ અલગ ચીઠ્ઠીમાં લખી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા વિષ્ણુભાઇ ખોડાભાઇ ધંધાણિયા જાતે કોળી ઉ.વ-૨૮ ધંધો-મજુરી, રહે-શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી મુળરહે-નિલકંઠ સોસાયટી સામાકાઠે મોરબી-૨ વાળાને લખધીરપુર રોડ ઉપર આવેલ ગ્રેફોન સીરામીક નજીકથી મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૨૧૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત હળવદ પોલીસે ટીકર ગામે બાતમીને આધારે રેઇડ કરતા ટીકર ગામના કોળીવાસમાં જાહેરમાં જુગાર રમી રહેલા નવ જુગારીને ઝડપી લેવાયા હતા. જેમાં આરોપી તરીકે ૧-કિશોરભાઇ બચુભાઇ પરમાર ઉવ.૪૦ રહે.કોળીવાસ ટીકર રણ,૨-જાદવભાઇ બાબુભાઇ ઇંદરીયા ઉવ.૩૯ ધંધો-મજુરી રહે. ભલગામડા, ૩-દિનેશભાઇ મેરૂભાઇ ઇટોદરા ઉવ.૨૫ રહે.કોળીવાસ ટીકર રણ, ૪-અજયભાઇ લાભુભાઇ આડેસરા ઉવ.૨૪ રહે.કોળીવાસ ટીકર રણ, ૫-દિલીપભાઇ રામસંગભાઇ વલીયાણી ઉવ.૪૭ રહે.કોળીવાસ ટીકર રણ, ૬-યોગેશભાઇ ધનજીભાઇ ચાવડા ઉવ.૩૨ રહે.સરાવાસ શેરી ટીકર રણ, ૭-ઘનશ્યામભાઇ જીવાભાઇ બાબરીયા ઉવ.૫૦ રહે.રાણેકપર ગામ, ૮-મનસુખભાઇ સોમચંદભાઇ બાબરીયા ઉવ.૫૧ રહે.રાણેકપર ગામ, ૯-હકુભાઇ સુંડાભાઇ ઇંદરીયા ઉવ.૪૦ રહે.ભલગામડા ગામ ઉપરોકત તમામને રોકડા રૂ.૭૮,૪૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

જ્યારે આઠમાં દરોડામાં વાંકાનેર તાલુકાના માટેલ ગામે શીતળાધાર મેઈન શેરીમાં વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા (૧)કીશનભાઇ કરશનભાઇ ડાભી ઉવ.૨૧, (૨) કુકાભાઇ ભલાભાઇ સરાવાડીયા ઉવ.૨૫, (૩) સુરેશભાઇ સનાભાઇ સરાવાડીયા ઉવ.૨૫ રહે.બધા શિતળાધાર તા.વાંકાનેર જી.મોરબી, (૪)દિનેશભાઇ અરજણભાઇ આકરીયા ઉવ.૨૫ રહે.હાલ શિતળાધાર તા.વાંકાનેર જી.મોરબી મુળગામ ડુંગરપુર તા.હળવદ જી.મોરબીને રોકડા ૧૧,૨૯૦ સાથે અટકાયત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવમા જુગારની પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલ બોકડથંભા ગામ નજીક પૈસાની લેતી દેતીનો ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા (૧)મીથુનભાઇ તેજાભાઇ સરાવડીયા ઉવ.૨૫ રહે.બોકળથંભા, (૨)રવિભાઇ પરબતભાઇ મુધવા ઉવ.૨૪ રહે.બોકળથંભા, (૩)ઉમેશભાઇ સોમાભાઇ તાવીયા ઉવ.૪૦ રહે.લુણસરીયા, (૪)લાલજીભાઇ પ્રભુભાઇ મંદ્રેસણીયા ઉવ.૩૦ રહે.માથક, (૫) બાબુલાલ વિઠલદાસ ગોંડલીયા ઉવ.૬૨ રહે.બોકળથંભાને રંગેહાથ ઝડપી લેવામાં આવી પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂ.૧૦,૫૫૦/-જપ્ત કરી પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!