માળીયા(મી) પોલીસે જુગાર રમતા ઈસમો ઉપર કડક કાર્યવાહી કરી જુદા જુદા ત્રણ દરોડા પાડી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર તથા તીનપત્તીનો જુગાર રમી રહેલા કુલ ૭ ઇસમોને પકડી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
માળીયા(મી) પોલીસની પ્રથમ જુગારની રેઇડ અંગે મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના ભાવપર ગામે સ્મશાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા અનિલભાઇ વેરશીભાઇ કારૂ ઉવ.૨૮ રહે.નવા સાદુળકા તા.જી.મોરબી, જયદીપસિંહ ઉર્ફે ભુરો રણજીતસિંહ જાડેજા ઉવ.૩૦ રહે.ભાવપર તા. માળીયા મી, ખેંગારભાઇ મોહનભાઇ રીણીયા ઉવ.૨૦ રહે.ભાવપર તા.માળીયા મી.ને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૪,૭૩૦/-કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા દરોડામાં માળીયા(મી)ના ભાવપર ગામે દશામાઁ ના મંદિર પાસે જાહેરમાં પૈસાની હરજીતનો તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા અરજણ કરશનભાઇ રીણીયા ઉવ.૨૬, શૈલેષભાઇ મનહરભાઇ ફુલતરીયા ઉવ.૩૩ તથા ફીરોજભાઇ અસમાલભાઇ સુમરા ઉવ.૨૯ ત્રણેયરહે.ભાવપર તા.માળીયા મી.ને જુગાર રમતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૪,૫૫૦/- જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો રજી. કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામના બસસ્ટેન્ડ નજીક વર્લીમટકાના આંકડાનો નસીબ આધારિત પૈસાની હરજીતનો જુગાર રમતા મનોજભાઇ પ્રભુભાઇ કૈલા ઉવ.૩૫ રહે.ખાખરેચીવાળાને વર્લી ફિચર્સના આંકડાના જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ. ૪૭૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.