Thursday, November 21, 2024
HomeGujaratમોરબીના લીલાપર તથા વાંકાનેરમાંથી વર્લીફીચર્સના આંકડાનો જુગાર રમતા કુલ બે આરોપીઓની અટક

મોરબીના લીલાપર તથા વાંકાનેરમાંથી વર્લીફીચર્સના આંકડાનો જુગાર રમતા કુલ બે આરોપીઓની અટક

મોરબીના લીલાપર તથા વાંકાનેરમાં કુંભારપરા વિસ્તારમાં એમ બે સ્થળોએ જાહેરમાં પૈસાની હારજીતનો વર્લીફીચર્સના આંકડાનો જુગાર રમતા કુલ બે આરોપીઓની પોલીસે અટક કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ જુગારના પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના લીલાપર ચોકડી નજીક હરિઓમ કાંટા સામે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા અમજદભાઈ બાબુભાઈ ખાન ઉવ. ૩૯ રહે.હાલ લીલાપર ગામ હરીઓમ કાંટા સામે શૈલેષભાઈના રૂમમાં મુળરહે. પરશુરામ તાલાબ બાંદા (ઉતરપ્રદેશ)વાળાને રોકડા રૂ.૪૧૦/- જ્યારે વાંકાનેરમાં કુંભારપરા ચોકના પુલના નાલા પાસેથી નલીનભાઇ હરીભાઇ મેર ઉવ.૩૬ રહે.વાંકાનેર કુંભારપરા ચોક પાસેને રોકડા રૂ.૩૨૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે બંને જુગારીઓની અટક કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં તથા વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!