Monday, January 20, 2025
HomeGujaratમોરબીની સગીરાને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફટકારાઇ ૧૨ વર્ષની...

મોરબીની સગીરાને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફટકારાઇ ૧૨ વર્ષની સજા

મોરબીની સગીરાને પાંચ વર્ષ પૂર્વે ભગાડી શારીરિક સંબંધ બાંધનાર ઈસમને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા ૧૨ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. તથા વીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ભોગબનનારને રૂ.૩.૨૦ લાખનુ વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી ખાતે રહેતી ૧૭ વર્ષીય સગીરાને ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડયા નામના ઈસમ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે સગીરાનું અપહરણ કરી લઇ જઇ ભોગબનનાર સગીરવયની હોવાનું જાણવા છતા ભોગ બનનારને પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવવાનું કહી ખોટુ બહાનું બતાવી પોતાના ઘરે લઇ જઇ બીપીનભાઈ પ્રવીણભાઈ રત્નોતર ધર્મેન્દ્ર ઉર્ફે અતુલનો બનેવી થતો હોય જેણે ભોગબનનાર સગીર વયની હોવાનું જાણવા છતા ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ તથા ભોગ બનનારને અલગથી રૂમની વ્યવસ્થા કરી આપતા આરોપીએ ભોગ બનાનાર સાથે શરીર સબંધ બાંધી દુષ્કર્મ કરેલનો ગુન્હો કરતા આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જે કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલતા કોર્ટે આરોપીને ૧૨ વર્ષની સજા તેમજ ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. જયારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કુલ ૧૬ મૌખિક પુરાવા લેવામાં આવ્યા હતા. જયારે ૨૫ દસ્તાવેજ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!