મોરબીમાં એક હચમચાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સિરામિક ફેકટરીમાં કામ કરતા એક નરાધમે પાંચ વર્ષની બાળાને ફેકટરીના ગોડાઉનમાં લઇ જઇ શારીરિક અડપલા કરતા બાળકીએ દેકારો કરી મુકતા નરાધમે બાળકીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાળકીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના લખધીરપુર રોડ, ન્યુ રોયલ સીરામીક, લેબર કવાર્ટરમાં, ઘુટુ ગામની સીમમાં રહેતા મૂળ ઉતરપ્રદેશના ઇકરાન ઇરસાદખાન અબાસી નામના યુવકની પાંચ વર્ષની દીકરી ઝારા નો મૃતદેહ લખધીર પુર રોડ પર આવેલ રોયલ ટાઈલ્સ ન્યુ રોયલ ટાઈલ્સ સિરામિક ના ગોડાઉનમાંથી મળી આવ્યો હતો જેથી પોલીસે મૃતદેહ ને ફોરેન્સિક પીએમ અર્થે મોકલી ને તપાસ શરૂ કરી હતી.જે બાદ પીએમ રિપોર્ટમાં બાળકી ની હત્યા થયાનુ સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી જે દરમિયાન પોલીસ ને માહિતી મળી હતી કે સિરામિક ફેકટરીમાં કામ કરતા રવિભાઇ મનસુખભાઇ મેંદપરા નામના શખ્સે ચોકલેટ ની લાલચ આપી,ન્યુ રોયલ ફેકટરીના ગોડાઉનમાં લઇ જઇ મૃતક બાળકી ના શરીરે અડપલા, ચેન-ચાળા કરતા, બાળકી ઝારાએ દેકારો કરતા અવાજ દબાવવા માટે આરોપીએ બાળકી નુ મોઢું દબાવી દીધું હતું.જેને કારણે બાળકીનો શ્વાસ રૂંધાઇ જાતાં મોત નીપજ્યું હતું.જે બાદ આરોપી બનાવ સ્થળેથી નીકળી ગયો હતો.
જોકે આ સમગ્ર બનાવમાં દુષ્કર્મ આચર્યા હોવાનો રિપોર્ટ માં ખુલાસો થયો નથી.આરોપી વિકૃત માનસિકતા ધરાવતો હોય શારીરિક અડપલા કરવા જતા બાળકીએ દેકારો કરી મુકતા મોઢે ડૂમો દેતા બાળકીનું મોત નિપજ્યું હતું.હાલ મોરબી તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.