Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં ચાર વર્ષ પહેલા અઢી વર્ષ વર્ષની બાળાને પિંખી હત્યા કરનાર નરાધમને...

મોરબીમાં ચાર વર્ષ પહેલા અઢી વર્ષ વર્ષની બાળાને પિંખી હત્યા કરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

મોરબીના બેલા રંગપર ગામની સીમમાં રોસાબોલા સીરામીક કારખાની પાછળ ચાર વર્ષ પહેલા માત્ર અઢી વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા નિપજાવી કુવામાં ફેંકી દેનાર નરાધમને ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ચાર વર્ષ પહેલા એટલે કે, 06/05/2018 ના રોજ રોસાબોલા સીરામીકની ઓરડીમાં રહેતા બાલુજી ચંદ્રવંશી તેના પરિવાર સાથે તેની ઓરડીની બહાર સુતા હતા. ત્યારે તે અને તેના પત્ની લઘુશંકા કરવા ગયા હતા તે સમયે સૂરજ ગોરેલાલ ચૌહાણ નામના શખ્સે ત્યાં ઘસી આવી ફરિયાદીની દીકરી ગાયત્રીને ત્યાંથી ઉપાડી જઇ તેનું અપહરણ કરી આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને તે બાદ દીકરીને કોઇ પણ કારણસર કોઇપણ રીતે તળાવના પાણીમાં ફેંકી દેતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક આરોપીની શોધખોળ હાથ ધરી તેની ધરપકડ કરી હતી. અને તેની સામે કલમ 302, 363, 376(2), 376એબી, તથા પોકસો કલમ 4,6,18 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યા સરકારી વકીલ એસ.સી.દવે ની ધારદાર દલીલ અને ૪૪ દસ્તાવેજી અને ૨૪ મૌખિક પુરાવાને ધ્યાને રાખીને મોરબી ની પોકસો કોર્ટના મેજિસ્ટ્રેટ ડી.પી.મહિડા સાહેબ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને આ સાથે ભોગ બનનાર દીકરીના માતા પિતાને રૂ.૦૫.૨૮લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!