અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા માતૃશક્તિની વંદના માટેનો કાર્યક્રમ એલ કે સંઘવી વિદ્યાલય વિદ્યાભારતી વાંકાનેર ખાતે યોજાવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર શૈક્ષિક સંઘ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરતી સ્વબળે સંઘર્ષ કરી સમાજમાં કંઈક વિશિષ્ટ ઓળખ ઉભી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે દર્શનાબેન જાની અતિથિ વિશેષ મહાવીરસિંહ ઝાલા મુખ્ય અતિથિ પ્રજ્ઞાબા ઝાલા હાજર રહ્યા હતા.મહિલા અધ્યક્ષ ડોક્ટર લાભુબેન કારાવદરા એ સ્વાગત પરિચય અને સંગઠનનો પરિચય આપી સ્ત્રીના વિકાસની વાત કરી શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અશોકભાઈ સતાસિયા દ્વારા ત્રણ વર્ષથી આ પ્રવૃત્તિ થઈ રહી છે તે વિશે જણાવ્યું હતું.
આ તકે છાયાબેન (આચાર્ય રાજાવડલા પ્રાથમિક સ્કૂલના આચાર્ય), ઇન્દુ બા ઝાલા સમાજસેવા અને (મૂંગા જીવોની સેવા),ગીતાબેન સોલંકી (આરોગ્ય અને સેવા)ડિમ્પલ બા ઝાલા (તબીબી ક્ષેત્રે),મીના બેન કાપડી (શિક્ષણ અને લેખન), ઝંખના બેન ગણાત્રા (વિશિષ્ટ અભ્યાસ ક્ષેત્રે CA),હીનાબેન પાંચિયા (સુરક્ષા અને પોલીસ સેવાકીય પ્રવૃત્તિ અને મહિલા સહાય) હસીના બેન હુસેનભાઇ વૃદ્ધાશ્રમમાં નિસ્વાર્થ સેવા ભાનુબેન રબારી સહિતનાઓનું સન્માન કરાયું હતું.