હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સફાઈના અભાવે નર્મદાની કેનાલ છલકાતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા જેને પગલે ઘઉં, ઝીરૂ સહિતના ખેતી પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.
હળવદના ઘનશ્યામપુરમાં આવેલ જોમારી તળાવ પાસેના સવજીભાઈ લખમણભાઈ નામના ખેડૂતની વાડી નજીક નર્મદાની કેનાલ એકાએક છલકાઈ હતી. કેનાલના ધસમસતા પાણી ધીરુભાઈ રાજપુત સહિતના ખેડૂતોનાખેતર સોસરવા ફરી વળ્યાં હતા.જેને લઈને ખેડૂતો જણાવ્યા કેનાલના પાણી ધઉ, જીરા, ચણાના પાકમા અંદાજિત ૭ વિધામાં ફરી વળ્યા હતા. જૅથી ખેડૂતને નુકશાનની વેઠવાનો વારો આવ્યો હતો. કેનાલમાં સમયસર સાફ સફાઈ કરવામાં ન આવતા બાવળ અને જાડી જાખરાનું જંગલ જામ છે જેને લીધે કેનાલ ઉભરાતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
પાણીના પગલે શિયાળુ પાકનું ધોવાણ થતા ખેડૂતોમાં તંત્રની નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે.