મોરબી આયુષ હોસ્પિટલ ખાતે નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જન્મેલી દિકરીઓનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું અને તેમની માતાનું સન્માન કરી ખાસ કિટનું વિતરણ કરાયું હતું.
મોરબી આયુષ હોસ્પિટલ ખાતે તા. ૨૪ જાન્યુઆરીના રોજ નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે આ ખાસ દિવસ નિમિતે હોસ્પિટલમાં જન્મેલી દરેક દિકરીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. દિકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે તેમની માતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દિકરીઓના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને માતા-દિકરી માટે એક ખાસ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.