મોરબી જીલ્લાની દરેક કોર્ટમાં ૧૪ માર્ચે નેશનલ લોક અદાલત યોજાશે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબી દ્વારા તા.૧૪/૦૩/૨૦૨૬ના રોજ જીલ્લાની તમામ કોર્ટમાં નેશનલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં કોર્ટના પેન્ડિંગ સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોસિયેબલ ઇન્સ્ટુમેન્ટ્સની કલમ-૧૩૮ મુજબના ચેક બાઉન્સ કેસો, બેંકના લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના ક્લેઇમના કેસો, મજૂરના વિવાદના કેસો, વીજ અને પાણીના બીલના કેસો(સમાધનપાત્ર હોય તે જ કેસો), લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, પગાર ભથ્થા અને નિવૃત્તિ લાભો બાબતેની સર્વિસ મેટરો, દિવાની કેસો, ભાડુઆત અને મકાન માલીકો વચ્ચેના દિવાની દાવાઓ, મનાઈ હુકમના દાવાઓ, સુખાધિકાર અંગેના દાવાઓ વગેરે પેન્ડિંગ કેસોમાં તથા પ્રી લિટીગેશનના કેસોમાં સમાધાનથી સુખદ નિકાલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
આથી તમામ પક્ષકારો તથા જુદી જુદી સંસ્થાના જવાબદાર અધિકારીઓએ આ નેશનલ લોક અદાલતમાં ભાગ લેવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબી તથા દરેક તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. તેમ એક અખબાર યાદીમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ ડી.એ.પારેખ દ્વારા જણાવાયું છે.









