વાહનના બાકી ઈ-ચલણ માટે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબી ડિસ્ટ્રીક કોર્ટ ખાતે લોક અદાલત યોજાશે
મો૨બી શહે૨માં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના મોનીટરીંગ દ૨મ્યાન જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. તેઓને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ), મોરબી દ્વારા ઇ-મેમા ઈશ્યુ ક૨વામાં આવી રહેલ છે. જે લોકો સમયસ૨ ઈ-મેમાનો દંડ ભ૨પાઈ ક૨તા નથી તેઓને કોર્ટ દ્રારા નોટીસ પાઠવવામાં આવે છે. તેમજ ફોન દ્રારા પણ ઈ-મેમો ભરપાઈ ક૨વા જાણ ક૨વામાં આવે છે. તેમ છતાં ઘણા વાહન ધારકોએ બાકી દંડની રકમ ભરપાઈ કરેલ ન હોય જેથી, બાકી દંડની રકમની ભરપાઈ સારૂ તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમોરબી દ્વારા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ ( નાલ્સા, સુપ્રિમ કોર્ટ) દિલ્હીના નેજા હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન ક૨વામાં આવેલ છે.
જેથી આપના બાકી દંડની ચુકવણી ક૨વા સારૂ નીચેના કોઈ પણ વિકલ્પમાંથી પસંદ કરી, તા.૦૯/૦૩/૨૦૨૪ સુધીમાં અથવા તે પહેલાં ભરી દેવા આથી જણાવવામાં આવે છે. વાહન-ધારક રજીસ્ટર વાહન સંદર્ભે ન ચુકવાયેલ ટ્રાફિક ઈ-ચલણની રકમ નીચેની વિગતે ભરપાઈ કરી શકાશે. જેમાં ઓફલાઇન ઈ-મેમોની ચુકવણી કરવા માટે (૧)ટ્રાફિક શાખા રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-૨,(૨)શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ, મો૨બી-૧., (૩)મો૨બી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશનમાળીયા મીયાણા પોલીસ સ્ટેશન, (૪)ડિસ્ટ્રીક કોર્ટ, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, બીજો માળ, મો૨બી. (ફકત લોક અદાલત તા.૦૯/૦૩/૨૦૨૪ ના દિવસે જ ભરી શકાશે.) જયારે બાકી ઈ-ચલણ ઓનલાઇન ચુકવણી કરવા માટે
echallanpayment.gujarat.gov.in વેબસાઈટ પરથી ભરી શકાશે.
વધુમાં યાદીમાં જણાવ્યા અનુસાર ઈ-ચલણ સમાધાન શુલ્ક છે. દંડની રકમ સમયસ૨ ન ભરપાઈ થાય તો નામદાર કોર્ટ દ્વારા કોર્ટ રાહે કાર્યવાહી થઈ શકે છે. જેથી, આપના બાકી દંડની રકમ તા.૦૯/૦૩/૨૦૨૪ સુધીમાં ભરપાઇ કરવા આથી જાહેર અપીલ કરવામાં આવે છે.