Sunday, January 5, 2025
HomeGujaratમોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ આરટીઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025ની ઓમવીવીઆઇએમ...

મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ આરટીઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025ની ઓમવીવીઆઇએમ કોલેજ ઉજવણી કરાઇ

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025 અંતર્ગત મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વિવિધ સ્થળોએ ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમો થઈ રહ્યાં છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ઓમ શાંતિ વીવીએમ કોલેજ મોરબી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

દેશભરમાં માર્ગ અકસ્માતનો વધતા જતા કિસ્સાઓને ઘટાડવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવતો હોય છે. ત્યારે આજરોજ ઓમ શાંતિ વીવીએમ કોલેજ મોરબી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણીના ભાગરૂપે આરટીઓ મોરબી કચેરી તથા જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના અધિકારીઓ દ્વારા આશરે 200થી વધુ યુવા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે હિટ એન્ડ રન સહાય યોજના અને ગુડ સમરીતન યોજના વગેરે જેવી બાબતોની માહિતી આપવામાં આવી હતી. જે કાર્યક્રમમાં આરટીઓ મોરબી તરફથી આરટીઓ ઇન્સ્પેક્ટર એ આર સૈયદ તથા આર કે રાવલ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ તરફથી પીએસઆઇ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!