નેશનલ રૂરલ આઇ. ટી. ક્વિઝ કોમ્પિટીશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલના ત્રણ વિધાર્થીઓએ બાજી મારી હતી. કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝ જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના ત્રણ વિદ્યાથીઓ વિજેતા થતાં હવે ગાંધીનગર ખાતે સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિ કરશે.
કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝ જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજ રોજ રૂરલ I.T. કવીઝ – 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓના ધોરણ 8 થી 12નાં 196 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલના ત્રણ વિદ્યાર્થીઓ બાવરવા સાર્થક, રૈયાણી આયુષ, તેમજ પરમાર રાજેશ ટોપ પર સિલેક્ટ થયા હતા. જેઓ હવે ગાંધીનગર ખાતે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સ્પર્ધામાં ભાગ લેશે. આ કવીઝ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ બાવરવા સાર્થક, રૈયાણી આયુષ, તેમજ પરમાર રાજેશને સંસ્થાના પ્રમુખ કાંજીયાસર તેમજ આચાર્ય રાવલ યતીનસર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.