વિરપર સ્થિત નવયુગ સંકુલ ખાતે નેશનલ સાયન્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ અને પ્રયોગાત્મક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત શિક્ષકો અને મહેમાનો દ્વારા વખાણ મળ્યા હતા.
નવયુગ સંકુલ, વિરપર ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
જેમાં ઓર્ગેનિક ખેતી, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, આરોગ્ય સંબંધિત પ્રોજેક્ટ્સ, આધુનિક ટેકનોલોજી વિષયક આકર્ષક અને જ્ઞાનવર્ધક મોડેલ્સ રજૂ કર્યા હતા. દરેક પ્રસ્તુતિમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સમાજપ્રતિ જવાબદારીનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તમામ વિજ્ઞાન વિષયના શિક્ષકોના સહયોગ અને પ્રિન્સિપાલ રાવલ સરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ પ્રસંગે પ્રેરણાસ્ત્રોત તરીકે પી.ડી. કાંજીયા અને બળદેવ તેમજ વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારશક્તિ પ્રદર્શિત કરી હતી, જે કાર્યક્રમની વિશેષતા રહી હતી.









