Wednesday, March 4, 2026
HomeGujaratહળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

હળવદની તક્ષશિલા સંકુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ અને પ્રયોગાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝ, વક્તૃત્વ, ચાર્ટ મેકિંગ અને મોડેલ બનાવવાની સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વિજ્ઞાન ગુર્જરી-સુરેન્દ્રનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે હળવદની તક્ષશિલા સંકુલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી ડો સી વી રામન અને તેમની મહાન શોધ રામન ઈફેક્ટ વિષે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન આધારિત વિવિધ મોડેલ અને ચાર્ટ બનાવવાની સ્પર્ધાઓ પણ યોજાઈ હતી.

“રામજીદાદાની નિશાળ” હેઠળ હળવદના નિવૃત કેળવણી નિરીક્ષક રામજીભાઈ જાકાસણિયાએ ઝીરો બજેટ થીમ મુજબ વિદ્યાર્થીઓને ઘરઆંગણે અને આસપાસ મળતા વેસ્ટ મટિરિયલમાંથી બેસ્ટ પ્રયોગો કરાવી માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાંથી મળતા સામગ્રીથી સર્જનાત્મક મોડેલ બનાવી વૈજ્ઞાનિક વિચારશક્તિ રજૂ કરી હતી. જેમાં વક્તૃત્વ સ્પર્ધામાં લખતરિયા ભૂમિનો પ્રથમ તથા શિહોરા ઉર્વીનો દ્વિતિય ક્રમાંક આવ્યો હતો. તેમજ ચાર્ટ મેકિંગ સ્પર્ધામાં વણોદિયા સ્મિત/અમૃતિયા ધરમ- પ્રથમ તથા દુધરેજીયા ગોપી/કાચરોલા હેત્વી/સોલંકી તમન્ના દ્વિતિય અને મોડેલ મેકિંગ સ્પર્ધામાં રાઠોડ ભવ્ય/ડાભી સુમિત/રાઠોડ તરુણ પ્રથમ તથા એરવાડિયા યુગ દ્વિતિય ક્રમે આવ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહ અને જિજ્ઞાસા વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ વિજ્ઞાન ગુર્જરીના સંયોજક આરતીબેન દવેએ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!