Friday, January 10, 2025
HomeGujaratરાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીત અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીત અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૦૭મી ઓગષ્ટ થી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન અને રાજય કક્ષાની સ્પર્ધા તા. ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ યોજાશે

- Advertisement -
- Advertisement -

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીત અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન રમત ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સયુંક્ત રીતે કરેલ છે. આ સ્‍પર્ધામાં જુદા જુદા બે વયજુથમાં ઉમેદવારો ભાગ લઈ શકશે. જેમાં ૧૫ વર્ષ થી ૩૫ વર્ષ સુધીના અને ૩૫ વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને ઉંમર, સ્પર્ધાનું નામ તથા ઇ-મેઈલ આઈ-ડી લખી તથા આધારકાર્ડની નકલ અને આ સ્પર્ધાની વીડિયો ક્લીપની CD/DVD તૈયાર કરી તા.૧૮/૦૮/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી રૂમ નં. ૨૫૭/૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ ખાતે મોકલી આપવા જિલ્‍લા રમત ગમત અધિકારી મોરબીની એક યાદીમાં જણાવાયું છે.

વધુમાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦ તેમજ તૃતીય વિજેતાને રૂ. ૫૦૦/- ઈનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦ એમ ત્રણ ઇનામો આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!