સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે “રાષ્ટ્રીય એક્તા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે આજ રોજ તા.૩૧/૧૦/૨૦૨૫ના રોજ રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન મોરબી સબ જેલ ખાતે કરવામાં આવેલ હતુ. તેમજ ગુજરાત રાજય યોગ બોર્ડના તાલીમ પામેલ સર્ટીફાઈડ યોગ ટ્રેનર્સ દ્વારા કેદીઓને યોગની તાલીમ આપવામાં આવી હતી.
તા.૩૧/૧૦/૨૫ ના રોજ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવણીના ભાગરૂપે ડી.જી.પી. ડૉ.કે.એલ.એન.રાવ તેમજ આઇ.જી. અશ્વિન ચૌહાણના માર્ગદર્શન મુજબ મોરબી સબ જેલ ખાતે ફરજ બજાવતા તમામ અધિકારી/કર્મચારીઓએ “રાષ્ટ્રીય એકતા દોડ” માં ભાગ લઈ “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી કરી હતી. તેમજ અહિંસાથી એકતા ૦૨ ઓકટોમ્બરથી ૩૧ ઓકટોમ્બર સુધી જેલમાં રહેલ બંદિવાનો તેમજ જેલ સ્ટાફને ગુજરાત રાજય યોગ બોર્ડના તાલીમ પામેલ સર્ટીફાઈડ યોગ ટ્રેનર્સ દ્વારા યોગ કરાવવા જણાવવામાં આવ્યું હતું. જેથી મોરબી સબ જેલ ખાતે ૦૨ ઓકટોમ્બરથી ૩૧ ઓકટોમ્બર સુધી નિયમિત ગુજરાત સરકાર યોગ બોર્ડ સંચાલિત મોરબી જીલ્લા યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક, ગૌતમભાઈ આર. ચાવડા તેમજ નિધિબેન એસ. ચીખલીયા દ્વારા જેલ સ્ટાફ તેમજ બંદીવાનોને યોગના આસનો કરાવવામાં આવ્યા છે.


 
                                    






