રાજ્યમાં મોબાઈલ વ્યવસાયમાં મોટું નામ ધરાવતાં રાજકોટના પૂજરા ટેલિકોમ અને ઓપો મોબાઈલ પર આઇટીએ તવાઈ નોતરી ઠેર ઠેર દરોડા પાડી સર્ચ ઓપરેશન શરૂ કરતાં સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચી જવા પામી છે. જો કે સાંજ સુધી ચાલનારી કાર્યવાહી બાદ જ ડિસ્ક્લોઝર જાહેર કરવામાં આવશે.
રાજ્યભરમાં ઓપો મોબાઈલના વિવિધ શહેરોમાં આવેલ શો રૂમ અને રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યોમાં ઑપ્પો મોબાઇલની એજન્સી ધરાવતા રાજકોટના પુજારા ટેલિકોમ જૂથના યોગેશ પૂજારા અને રાહીલ પુજારાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું આ ઉપરાંત વિવિધ સંસ્થાનો પર આજે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આજ સવારથી ઠંડીમાં જ ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરતા મોબાઈલ સાથે સંકલયેલ જૂથોમાં હડકમ્પ.મચી ગયો હતો. આવતીકાલે ડિસ્ક્લોઝર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.