મોરબી ના નવલખી ફાટક પેહલા ટ્રાફિક સમસ્યા માટે જાણીતું હતું.જો કે ઓવર બ્રિજ બની જતા લોકોને હાશ કરો થયો હતો અને ટ્રાફિક માંથી મુક્ત થયાની ખુશી છવાઈ હતી.
પરંતુ આ ખુશી થોડા દિવસો જ ટકી રહી હતી .કેમ કે હવે થી નવલખી ફાટક નંબર ૩૬ ને કાયમી ધોરણે બંધ કરવાનો રેલવે તંત્ર દ્વાર નિર્ણય લેવામાં આવ્યો છે .આ બાબતે મળતી માહિતી મુજબ આ નવલખી ફાટક નં.૩૬ હવેથી કાયમી ધોરણે બંધ રહેશે.ફાટક મુક્ત અભિયાન અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ ઓવર બ્રિજ ન હોવાના કારણે વાહન ચાલકોને અન્ય કોઈ રસ્તાનો વિકલ્પ ન હોય જેથી અત્યાર સુધી ફાટક બંધ કર્યું ન હતું જોકે હવે ઓવર બ્રિજ બની જતા રેલવે તંત્ર દ્વારા તમામ પ્રકારની મંજૂરીઓ મેળવી ને આ ફાટક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે.