નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા તાલીમાર્થીઓનાં સર્વાંગી વિકાસને લગતા કાર્યક્રમો અવિરત થતા જ હોય છે. જેના દ્વારા તાલીમાર્થીઓને તેમના અંગત તેમજ વ્યવસાયિક જીવનમાં સતત પ્રેરણા મળ્યા કરે છે. ત્યારે નવયુગ બી.એડ કોલેજના તાલીમાર્થીઓને ટીંબળી પ્રાથમિક શાળાની મુલાકાત લેવડાવવામાં આવી હતી.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં તાલીમાર્થીઓનો તમામ પ્રકારનો વિકાસ થાય તે હેતુથી સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સતત કાર્યશીલ રહે છે અને તે માટે જે તેઓ હંમેશા નવીનત્તમ કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે. ત્યારે આવા ઉત્તમ હેતુ સાથે બી.એડ્ ડીપાર્ટમેન્ટના તાલીમાર્થીઓ માટે તારીખ 20 માર્ચ 2024ના રોજ ટીંબળી (ધરમપૂર) ખાતે ટીંબળી પ્રાથમિક શાળાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થીઓએ શાળાની મુલાકાત દરમિયાન પ્રજ્ઞાવર્ગ, પ્રાર્થના સભા, વિજ્ઞાનની પ્રયોગશાળા, ઓફીસ જેવા તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન શાળાના આચાર્ય અશોકભાઈ જાવિયા, CRC રાજેશભાઈ ઘોડાસરા, કમલેશભાઈ દલશાણીયા દ્વારા તાલીમાર્થીઓને શાળા દફતર વર્ગ ખંડ વ્યવહાર અને વર્ગખંડ ટેકનોલોજી અંગે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ વિભાગોની મુલાકાત બાદ બી.એડના અભ્યાસક્રમમાં આવતા રજીસ્ટરો અને પત્રકોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ નોલેજ પુરૂ પાડવામાં આવ્યું હતું.