Friday, September 20, 2024
HomeGujaratમોરબીની નવયુગ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

મોરબીની નવયુગ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

નવયુગ કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષ જેવા કે B.Sc, B.B.A, B.Com, M.B.A, M.Sc, DMLT ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓનો પ્રથમ દિવસે ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ માં ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર અને લેખક જય વસાવડા મુખ્ય મહેમાન રહ્યા હતા. તેમણે તેના લેખન, વાંચન અને મોટીવેશન લેકચરર તરીકે ના બહોળા અનુભવનો નિચોડ વિદ્યાર્થીઓને આપીને અસંખ્ય ઉદાહરણ આપી કરીઅર અને જીવનલક્ષી માહિતી આપી હતી તેમને જણાવ્યુ હતું કે

“જલસા બધાને કરવા છે, પણ કોઈ જલસો મફત નથી. એના માટે કમાવું પડશે ને કમાવા માટે કોઈ જ્ઞાન કે આવડત જોઈશે.અને

જેમ એક રાતમાં પરફેક્ટ ફિગર નથી થતું પણ રોજ કલાકો જીમ કે યોગ કરવા પડે, એમ મગજને પણ વાચનથી રોજ ધીરજ રાખી કસવું પડે.”

અને વિશેષ ઉપસ્થિતી માં મૂળ મોરબી જિલ્લાના વતની અને “હૈયું, હામ અને હિમાલય” પુસ્તક થી ઘરે ઘરે જાણીતા બનેલા અને હાલ ગુજરાત પોલીસમાં કોનસ્ટેબલની ફરજ બજાવતા ભૂમિબેન ભૂતની વિશેષ હાજરી રહેલી હતી. તેઓ ગીરનાર સ્પર્ધા, એથ્લેટિક, રનીંગ જેવી અનેક સ્પોર્ટ્સ ઇવેન્ટમાં અનેક સિદ્ધિઓ મેળવેલ છે. ઉપરાંત તેમણે અથાગ મહેનતથી માઉન્ટ મનાસ્લુ પર્વત સર કરીને રેકોર્ડ સ્થપિત કર્યું છે. તેઓએ વિદ્યાર્થીઓને નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને તેમાંથી પોઝીટીવ વિચાર સાથે સફળતાનો માર્ગ કેવી રીતે શોધવો તે અંગે પોતાની આગવી શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું.

સંપૂર્ણ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમને પણ વિદ્યાર્થીઓને પોતે કેવી રીતે સફળ થયાં એ તેના લાઈવ ઉદાહરણ સાથે અનુભવો શેર કરી રસપ્રદ માહિતી આપી હતી. અને કાંજીયા સાહેબે પોતાના જીવનના પ્રસંગો કહ્યા જેમાં કર્મનો સિદ્ધાંત જીવન માં ખુબ અગત્ય નો છે, જેવું તમે કર્મ કરશો તેવું ફળ મળશે. અને વધુમાં જીવનમાં કેવો સંઘર્ષ અને સહસિકતા હતી તેમાં કેમ સફળતા મેળવવી તે ઉદાહરણ સહીત પોતાની જીવનગાથા વર્ણવી હતી.વધુ માં તેમને કહ્યું હતું “ગમે તેવા સંજોગો આવે પણ સત્ય અને નીતિમતા જાળવી રાખો એટલે સફળતા આપોઆપ મળે છે.”

આ ઉપરાંત નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવાડીયા, નિર્મલ વિદ્યાલયના સંચાલક નિલેશભાઈ કુંડારિયા, નાલંદા વિદ્યાલયના સંચાલક જયેશભાઈ ગામી તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલ અને સ્ટાફ ગણે હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!